અમરેલીના વોર્ડ નં.૭માં બનેલા સીસી રોડમાં થોડાજ સમયમાં સીસી રોડ પર તિરાડો પડી જવાથી પ્રાદેશિક કમિશનર દ્વારા એજન્સીને નોટીસ આપી આ રોડનું રિપેરીંગ કરવા જણાવાયું હતું. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા સીસી રોડ પર માત્ર બે ઇંચનું થર પાથરી રોડની બન્ને સાઇડો ખાલી રાખતાં વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલ અનુભવી રહ્યાં છે તો આ રોડનું યોગ્ય રિપરેંગ થાય તે માટે પાલિકા વિરોધપક્ષના નેતા સમીર કુરેશીએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.