સમયનો ફેરફાર માત્ર શ્રાવણ માસ સુધી રહેશે
ભાવનગર રેલવે મંડળ દ્વારા શ્રાવણ માસ દરમિયાન ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નં. ૦૯૨૯૨ અમરેલી-વેરાવળ મીટરગેજ ટ્રેન ૦૫.૦૮.૨૦૨૪ થી ૦૪.૦૯.૨૦૨૪ દરમિયાન અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય ૦૮.૫૦ કલાકને બદલે ૦૫.૪૦ કલાકે ઉપડશે અને તેના નિર્ધારિત સમય ૧૩.૫૦ કલાકના બદલે ૧૦.૩૦ કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે. તે મુજબ અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર થશે. ટ્રેન નંબર ૦૯૫૦૫ વેરાવળ-અમરેલી મીટરગેજ ટ્રેન ૦૫.૦૮.૨૦૨૪ થી ૦૪.૦૯.૨૦૨૪ દરમિયાન વેરાવળ સ્ટેશનથી ૧૩.૦૦ કલાકને બદલે ૧૪.૧૦ કલાકે ઉપડશે અને તેના નિર્ધારિત સમય ૧૮.૦૫ કલાકને બદલે ૧૯.૧૦ કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે. તે મુજબ અન્ય સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર થશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનોના સમયમાં માત્ર શ્રાવણ માસ દરમિયાન જ ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારબાદ ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ દોડશે.