અમરેલી-વેરાવળ અને અમરેલી-જૂનાગઢ વચ્ચે વધારાની મીટરગેજ ટ્રેન દોડાવવાનો ભાવનગર રેલવે મંડળ દ્વારા નિર્ણય કરાયો છે. રેલવે તંત્રના આ નિર્ણયથી યાત્રિકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.
અમરેલી-વેરાવળ-અમરેલી માટે ટ્રેન નં. ૦૯પ૦પ વેરાવળ-અમરેલી આજથી દરરોજ બપોરે ૧ર.પ૦ કલાકે વેરાવળ સ્ટેશનથી ઉપડશે અને સાંજે ૬ કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે. જ્યારે ટ્રેન નં. ૦૯પ૦૮ અમરેલી-વેરાવળ આવતી કાલથી દરરોજ બપોરે ૧રઃ૦પ કલાકે અમરેલી સ્ટેશનથી ઉપડશે અને સાંજે પઃર૦ કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
જ્યારે અમરેલી-જૂનાગઢ-અમરેલી ટ્રેન પણ આવતી કાલથી શરૂ થશે. આ ટ્રેન અમરેલીથી સવારે ૬ઃરપ કલાકે ઉપડશે અને જૂનાગઢથી સાંજે પઃ૪૦ કલાકે ઉપડશે.