અમરેલી જિલ્લામાં પાંચ માસ પહેલા આવેલા વિનાશક તૌકતે વાવાઝોડામાં સૌથી વધુ નુકસાન વીજ કંપનીને થયું હતું. જેમાં તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા માટે કોન્ટ્રાક્ટરો કામે લાગ્યા હતા. પરંતુ વાવાઝોડાને પાંચ માસ જેટલો સમય વીતિ ગયા બાદ પણ વીજપોલ સહિતના અનેક બિલો હજુ પણ બાકી હોવાથી આ અંગે કોન્ટ્રાક્ટરોએ વીજ અધિકારીને રજૂઆત કરતા અધિકારીઓએ ઘટતું કરવાની ખાતરી આપી હતી.