અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા ઉ.મા.ના વિદ્યાર્થીઓએ ધો.૧ર સામાન્ય પ્રવાહમાં શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યુ છે. કોમર્સના વિદ્યાર્થી હર્ષ સાવલીયાએ ૯૯.૩૬ પીઆર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આર્ટસ વિભાગમાં ૯૯.ર૭ પીઆર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ધો.૧રમાં બંને વિદ્યાર્થીઓએ પરીક્ષામાં મહેનત કરી શ્રેષ્ઠ પરિણામ મેળવતા બંને વિદ્યાર્થીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ અકલ્પનીય સિધ્ધી બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા તથા ટ્રસ્ટીઓ અને કેમ્પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલે બંને વિદ્યાર્થીઓને ખુબ-ખુબ અભિનંદન પાઠવ્યા હતા. શૈક્ષણિક ક્ષેત્રે આ બંને વિદ્યાર્થીઓ સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના પણ પાઠવી હતી. ગુજરાત બોર્ડનું પરિણામ ૮૬.૯૧ અને અમરેલી જિલ્લાનું પરિણામ ૮પ.૯૭ અને વિદ્યાસભા સ્કૂલનું પરિણામ ૯૮.૧૭ આવેલુ છે. સતત ૧૪માં વર્ષે જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામની પરંપરા વિદ્યાસભા સ્કૂલે જાળવી રાખી છે. વિદ્યાસભાએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.