અમરેલી વિદ્યાસભા સંકુલ ખાતે આરએસએસનો પ્રશિક્ષણ વર્ગ(દ્વિતીય વર્ષ)નો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્ર પ્રાંત અને ગુજરાત પ્રાંતના કુલ ર૧૪ શિક્ષાર્થીઓ પૂર્ણ સમય માટે ઉપસ્થિત રહીને પ્રશિક્ષણ મેળવશે. પ્રશિક્ષણ વર્ગના મહેમાન તરીકે વિદ્યાસભા સંકુલના પ્રમુખ વસંતભાઈ ગજેરા હાજર રહ્યાં હતા. વસંતભાઈ ગજેરાએ સ્વયંસેવકોને હંમેશા સહકાર આપવાની તત્પરતા દર્શાવી હતી. વર્ગના વાલી એવા યશવંતભાઈ ચૌધરીએ સાચા સ્વયંસેવકના ગુણ વર્ગમાં કઈ રીતે મેળવવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્ગની પૂર્ણાહુતિ આગામી તા.ર૯ના રોજ થશે.