અમરેલી અને વડીયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના (મધ્યાહન ભોજન) હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અમરેલી તાલુકાની સુખનિવાસ, કન્યાશાળા-૨, જેસીંગપરા કન્યા શાળા, વરસડા પે સેન્ટર શાળા ઉપરાંત હનુમાનપરા, રંગપુર, પ્રતાપપરા, હરિપુરા, શેડુભાર પ્લોટ, દહીંડા, તરવડા, રીકડીયા અને મોટા માંડવડા પ્રાથમિક શાળાઓમાં સંચાલક કમ કૂકની ૧૩ જગ્યાઓ ખાલી છે. માલવણ, લાલાવદર, વરસડા, સાંગાડેરી, સાજીયાવદર, ફતેપુર, મેડી, ચાંદગઢ અને નાના ગોખરવાળા પ્રાથમિક શાળામાં રસોઈયાની તેમજ વરસડા પે સેન્ટર શાળા, પ્રતાપપરા, ચાંપાથળ, ફતેપુર અને લાપાળીયા પ્રાથમિક શાળામાં મદદનીશની જરૂરિયાત છે. વડીયા તાલુકાની કોલડા, ખજૂરી, જંગર, ભુખલી સાંથળી, વાવડી રોડ અને સારંગપુર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકોની આવશ્યકતા છે. સંચાલક કમ કૂક માટે ધોરણ ૧૦ પાસ સ્થાનિક ઉમેદવાર, જ્યારે રસોઈયા અને મદદનીશ માટે અનુભવ અને સ્થાનિક હોવું જરૂરી છે. વડીયા તાલુકામાં સંચાલક માટે સંબંધિત ગામના વતની, ૨૦થી ૬૦ વર્ષની વય અને ધોરણ ૧૦ પાસ લાયકાત માંગવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો અમરેલી તાલુકા માટે અમરેલી તાલુકા મામલતદાર કચેરી અને વડીયા તાલુકા માટે વડીયા તાલુકા મામલતદાર કચેરીમાંથી નિયત અરજી પત્રક મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે અનુક્રમે ૨૭ મેના સાંજે ૪ વાગ્યા સુધીમાં અને બપોરના ૨ વાગ્યા સુધીમાં જમા કરાવી શકે છે.