અમરેલી વકીલ મંડળની ચૂંટણી સમરસ થતા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે એલ.એન. દેવમુરારીની નિમણૂક કરાઇ હતી. જ્યારે જે.એલ. સોજીત્રા સંગઠન(કન્વીનર), ચંદ્રેશભાઇ મહેતા મીડિયા સેલ (કન્વીનર), રીપલભાઇ હેલૈયા વહીવટી (કન્વીનર)ની વરણી કરાઇ હતી. ઉપપ્રમુખ વહીવટી તરીકે હિંમતલાલ સોલંકી તથા ચંદ્રેશભાઇ રાઠોડ ઉપપ્રમુખ હિસાબી, પિન્ટુભાઇ ગોરખીયા મીડિયા સેલ ઉપપ્રમુખ, જીગીશુભાઇ મહેતા લાઇબ્રેરી (ઉપપ્રમુખ) તથા સેક્રેટરી તરીકે સાજીદખાન, જાઇન્ટ સેક્રેટરી (વહીવટી) યોગેશભાઇ દવે તથા જાઇન્ટ સેક્રેટરી હિસાબી તરીકે કમલેશભાઇ સોલંકીની વરણી કરાઇ હતી. વરાયેલા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.