અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આગામી તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ને શુક્રવારના રોજ ધારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં વિવિધ કંપની દ્વારા ટ્રેઇની, પ્લા‍ન્ટ મેન્ટે‍નન્સ, વીમા એજન્ટ, બિઝનેસ ડેવલપમે‍ન્ટ મેનેજર, ફાઇનાન્સિયલ કન્સલટન્ટની જગ્યા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા અને ધો.૧૦ અને ધો.૧૨ આઇ.ટી.આઇ, ડિપ્લોમા, એક્સ આર્મી મેન, આઇ.ટી.આઇ. ઇન ઇલેક્ટ્રિશ્યન, વેલ્ડર, ફિટર, ડિપ્લોમા, ધો.૧૨ પાસ, સ્નાતક શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી યોજાનાર ભરતી મેળામાં જોડાઇ શકાશે.