ધારીના એએસપી જયવીર ગઢવી અમરેલીના રાધેશ્યામ હોટલ પાસે પહોંચતા સમયે એક બાઈકચાલકની આડું ભુંડ ઉતરતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. આ ઘટના એએસપી જયવીર ગઢવીએ જાતા જ પોતાની ગાડી ઉભી રાખી હતી અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટે ૧૦૮ને ફોન કર્યો હતો. લોકો પોલીસ અધિકારીને જાઈ સામાન્ય રીતે ડરતા હોય છે પરંતુ ધારીના એએસપી જયવીર ગઢવીએ પોલીસ અધિકારી હોવાછતાં માનવતાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.









































