બાળકની પ્રગતિનો આધારસ્તંભ આરોગ્ય છે. યોગ થકી બાળકને સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી, રાજુલા અને સાવરકુંડલામાં સમર યોગ કેમ્પનું આયોજન થયેલ છે. જેમાં ૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિઃશૂલ્ક યોગ અને સંસ્કાર શિબિર તારીખ ૧૬થી ૩૦ મે સુધી યોજાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના
નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં યોગના પ્રચાર-પ્રસારનું કાર્ય તીવ્ર ગતિથી ચાલી રહ્યું છે. વેકેશનના સમયનો સદઉપયોગ થાય એવા ઉમદા હેતુથી બોર્ડ દ્વારા બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અનુભવી અને સર્ટિફાઈડ યોગ શિક્ષકો દ્વારા તાલીમ અને ઘરે નિયમિત યોગ કરી શકાય તેવી માહિતી પુસ્તિકા અપાશે. કેમ્પના અંતે નિયમિત રહેનારને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ માટે યોગ બોર્ડની વેબસાઇટ ખ્તજઅહ્વ.ૈહ પર પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે.