અમરેલી શહેરમાં જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે મુખ્યમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં રઘુવંશી સમાજના ભાઇઓ – બહેનો જાડાયા હતાં. શોભાયાત્રા ટાવર ચોક પાસે પહોંચતા મુસ્લિમ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ ફૂલોથી શોભાયાત્રાને વધાવી હતી. છેલ્લા પાંચ વર્ષથી ટાવર ચોકમાં મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરી કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડવામાં આવે છે.