અમરેલી જિલ્લા માર્ગ અને મકાન રાજ્ય દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોની મરામત અર્થે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરવામાં આવી છે. માર્ગની સ્થિતિને ધ્યાને લઈ વરસાદી વાતાવરણ હોવા છતાં માર્ગ અને મકાન રાજયની વિવિધ ટીમ દ્વારા વિવિધ માર્ગો પર સિમેન્ટ કોંક્રિટ પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે વરસાદી વાતાવરણ ન હોય ત્યારે ડામર પેચવર્કની કામગીરી કરી વાહનવ્યવહાર માટે સરળતા અને સુલભ વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન રાજય હસ્તકના બગસરા ચલાલા રોડ, ધારી દલખાણીયા રોડ, અમરેલી કુંકાવાવ રોડ , ચિત્તલ- રાંઢીયા-લુણીધાર રોડ, લાઠી- દામનગર રોડ વગેરે પર મરામત માટે ડામર પેચવર્ક કામગીરી કરવામાં આવી હતી.








































