અમરેલીમાં દર રવિવારે ૨૪ઠ૭ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ-બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ ચાલે છે. ત્યારે ૩૧ ડિસેમ્બરે રવિવારે અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષ સંઘાણીએ પોતાના જન્મદિન નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ૨૫૦ જેટલા દર્દીઓમાં બિસ્કીટ અને અન્ય નાસ્તાનું વિતરણ કર્યું હતું. આ તકે ડો. ભરત કાનાબાર, ડો. ભાવેશ મહેતા, ચેતન રાવળ, કિરણ નાંઢા, ડો. નીખીલેશ જાની, મધુભાઈ આજુગીયા, યોગેશ કોટેચા, કમલેશ ગરાણીયા, તુલસી મકવાણા, ટોમભાઈ અગ્રાવત, હરેશ સાદરાણી, પેન્ટર ડી. મહેતા, સિકંદરખાન પઠાણ, પેન્ટર જોગી, મન્સુરભાઈ ગઢીયા, નયન જોષી, તરંગ પવાર, આકાશ અગ્રાવત, આશાબેન દવે, અલ્કાબેન દેસાઈ, બબાભાઈ, બી.કે. જોષી, નીલેશ જોષી, ભગીરથ સોઢા, ડો. ભરત કલકાણી, કિરીટ મિશ્રા, કે.પી. પટેલ, મુનાફભાઈ, નીલેશ રામાણી વિગેરે સભ્યો જોડાયા હતા.