અમરેલીમાં માર્કેટિંગ યાર્ડ રોડ પર આડેધડ વાહન પાર્કિંગને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. માર્કેટિંગ યાર્ડના દરવાજાથી રેડ કોર્નર સિનેમા સુધી ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે તેની કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ શાકભાજીની લારીઓ પણ આડેધડ ઊભી રાખવામાં આવે છે. અમરેલી માર્કેટિંગ યાર્ડના દરવાજા પાસેથી લઈ રેડ કોર્નર સિનેમા સુધી વાહનચાલકો ગમે ત્યાં પોતાનું વાહન ઉભુ રાખી ટ્રાફિકની સમસ્યા સર્જી રહ્યાં છે. આડેધડ વાહન પાર્કિંગથી અન્ય વાહનચાલકો ભારે મુસીબતનો સામનો કરી રહ્યાં છે. વાહનપાર્કિંગની સાથે શાકભાજીની લારીઓ પણ ગમે ત્યાં ઉભી રહેતી હોવાથી રાહદારીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ માર્ગ પર ઘણીવાર પોલીસની ગાડીઓ પણ ફસાઈ જાય છે તેમ છતાં આડેધડ વાહનપાર્કિંગ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.