અમરેલીમાં સાવરકુંડલા રોડ પર બનેલ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી નવા માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા મગની આવકનો પ્રારંભ થયો છે. ગઇકાલે તા. ૯-મે ને સોમવારના રોજ દહીડાના દલપતભાઇ કથીરીયા (સ્વામીનારાયણ ટ્રેડિંગ કાં.) દલાલીમાં મગ લઇ આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે અંદાજિત પ૦ મણ જેટલા મગની આવક નોંધાઇ હતી. નવા મગની ખરીદી શ્રી લક્ષ્મી ટ્રેડિંગે કરી હતી. જેનો ભાવ રૂ. ૧રપ૧ નોંધાયો હતો. તેમ બજાર સમિતિના સેક્રેટરી તુષારભાઇ હપાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.