સોમવારના રોજ અમરેલી માર્કેટયાર્ડનાં વાઈસ ચેરમેનની ચૂંટણી માર્કેટયાર્ડના ચેરમેન ભાવિનભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ વાઈસ ચેરમેનની ચૂંટણીમાં ૧૯ ડીરેકટરોએ મત આપવાના હોય છે. માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન તરીકે ચંદુભાઈ પોલરા રહે.અમરેલીની દરખાસ્ત રોકડ સુરેશભાઈએ મુકેલ અને તેને કાળુભાઈ ભંડેરીએ ટેકો આપેલ હતો. બીજા કોઈ ડીરેકટરનું વાઈસ ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હતું. વાઈસ ચેરમેન તરીકે માત્ર એક જ ફોર્મ ચંદુભાઈ પોલરાનું આવતા ચૂંટણી અધ્યક્ષ ભાવિનભાઈ સોજીત્રાએ ચંદુભાઈ પોલરાને બિનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ હતા. વાઈસ ચેરમેન તરીકે ચંદુભાઈ પોલરા બિનહરીફ ચુંટાતા તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી તેઓને વધાવી લીધેલ હતા. બજાર સમિતિના તમામ ડીરેકટરો, માર્કેટયાર્ડના વેપારી તેમજ મિત્રોએ ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.