અમરેલીના માર્કેટયાર્ડ ખાતે મરચાની પુષ્કળ આવક નોંધાવા પામી છે. અમરેલી યાર્ડ ખાતે ખેડૂતો, વેપારીઓને સારામાં સારી સુવિધાઓ મળતા અન્ય જિલ્લાના ખેડૂતો પણ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે. સાથે ગુજરાત બહારના વેપારીઓ પણ આકર્ષાયા છે. રાજકોટ અને ગોંડલના વેપારીઓ ઉપરાંત ગુજરાત બહારના મધ્યપ્રદેશના એક વેપારી ભયુભાઈ, કર્ણાટકના બેડગી ગામના વેપારી અને રાજસ્થાનના મોટા વેપારી
સી.પી. મોદી દ્વારા માર્કેટયાર્ડના ચોગાનમાં દુકાન ખરીદી અને મરચાની ખરીદી કરી હતી અને હજુપણ મરચાની આવકમાં વધારો થશે જેના કારણે ખેડૂતોને ખુબ સારા ભાવ મળશે તેમ યાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ એક યાદીમાં જણાવ્યુ હતું.