અમરેલી મારૂતી સુઝુકી શો રૂમ પાસેથી કતલખાને લઈ જવાતાં ૧૧ પશુઓને બચાવાયા હતા. ગઢડામાં રહેતા ઈલીયાશભાઈ યુનુશભાઈ સુવાણ તથા બગસરામાં રહેતા પ્રફુલભાઈ જીણાભાઈ ગોહેલ કતલ કરવાના ઇરાદે,
આભાર – નિહારીકા રવિયા તેમના ટ્રકમાં ભેંસ જીવ નંગ ૭, તેમજ નાના ભેંસના બચ્ચા નંગ ૪ ને ટ્રકમાં અત્યંત ટૂંકી દોરીથી ખીચોખીચ હલન ચલન ન કરી શકે તે રીતે અત્યંત ક્રુરતાપૂર્વક બાંધીને કતલ કરવાના ઈરાદે લઈ જતા ઝડપાયા હતા. પોલીસે ટ્રક, પશુઓ મળી કુલ ૬,૯૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.










































