અમરેલી શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર પાસેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા સાત જગ ઝડપી પાડ્‌યા હતા. ધવલ ચૌહાણ નામનો યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂના ૬ જગ આખા તથા એક અડધો જગ મળી કુલ સાત જગ સાથે રૂપિયા ૭,૯૪૦ના પ્રોહિબીશન મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ વિનુભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના જોલાપર ગામના પાટીયેથી ખાખબાઈનો દિનેશભાઈ મેર (ઉ.વ.૪૧) નામનો ઇસમ બિસલેરી બોટલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલા જથ્થા સાથે પકડાયો હતો.