અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપ કિશાન મોરચા દ્વારા આક્રમક પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાના
નેતૃત્વ હેઠળ ગામડે-ગામડે ‘ખાટલા બેઠક’ અને ‘ડોર-ટુ-ડોર’ સંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ખેડૂતોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.આ પ્રચાર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો સાથે સીધો સંપર્ક સાધવો અને સરકારની કૃષિ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો છે. ખાટલા બેઠકો દરમિયાન સ્થાનિક પ્રશ્નો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુકેશભાઈ ખોખરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા સઘન પ્રવાસથી ભાજપના ઉમેદવારો માટે અનુકૂળ માહોલ સર્જાયો છે. કિશાન મોરચાની આ સક્રિયતા આગામી ચૂંટણીમાં ભાજપ માટે સકારાત્મક પરિણામો લાવશે તેવી આશા પક્ષ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.










































