અમરેલી ભાજપ આગેવાન રાજુભાઈ મિલને યુનિયન મંત્રી કે.આર.નાયડુ, રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રાજકોટ હીરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં લોકો વ્યવસાય ક્ષેત્રે દુબઈ, શારજાહા સ્થાયી થયા છે તો દુબઈ, શારજહા જવા માટે રાજકોટથી દરરોજ ફ્લાઈટ ઉપડે તેમજ રાજસ્થાનના કિશનગઢ જવા માટે વીકલી ફ્લાઈટ ઉપડે તો સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થાય તેમ છે. તેવી રજૂઆત રાજુભાઈ મિલને કરી છે.










































