સુખનાથ મંદિર ચોક યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રથમ દિવસની રાત્રીએ વિવિધ કાર્યક્રમોના આયોજનના અંતર્ગત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં ભાગવત કાર્ય રસપુર્ણ વર્ણન માયાભાઈ આહિરે કર્યું હતુ. સપ્તાહના બીજા દિવસે કથામાં જણાવાયું હતું કે શ્રીમદ ભાગવત એક કલ્પવૃક્ષ સમાન છે જે જીવનમાં જ્ઞાનલ વૈરાગ્ય અને ભક્તિનો વિકાસ કરે છે. આ દિવસે કપિલ મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી પણ કરવામાં આવી અને રાજા પરીક્ષિતના જન્મ પ્રસંગનું રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે સમાજના અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતા. જેમાં ચલાલા દાનેવધામથી વલકુબાપુ, સતાધારથી વિજયબાપુ, પાણી દરવાજાથી હરિસ્વરૂપ સ્વામી, દિલીપભાઈ સંઘાણી, કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા, મહેશભાઈ કસવાલા, વસંતભાઈ મોવલીયા, મનુભાઈ દેસાઈ, દકુભાઈ ભુવા, ભરતભાઈ કાનાબાર, અશ્વિનભાઈ સાવલીયા, બી.એલ. રાજપરા, જેન્તીભાઈ પાનસુરીયા, ધીરુભાઈ અકબરી, એમ.કે. સાવલિયા, સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






































