અમરેલી વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રિમાન્ડ દરમિયાન આરોપીની સતત પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. રિમાન્ડ દરમિયાન કેટલાક ડોક્યુમેન્ટ લેટરપેડ મળ્યા હોવાના કારણે મુખ્ય આરોપી યુવા ભાજપના પૂર્વ હોદ્દેદાર મનિષ વઘાસીયા સહિત અન્ય આરોપીને લઈ કેટલાક પુરાવા મેળવવા માટે પોલીસે ફરીવાર તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ મનીષ વઘાસીયાના ઘરે પણ પોલીસ તપાસ માટે પહોંચી હતી. પોલીસ ખાનગી રાહે કેટલાક મહત્વના પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસ તપાસનો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે. ત્રણ આરોપીના રિમાન્ડ પુરા થતા ત્રણેયને જેલહવાલે કરવામાં આવ્યા હતા. જયારે બોગસ લેટરકાંડનો મુખ્ય આરોપી મનિષ વઘાસીયાના વધુ એક દિવસના રિમાન્ડ લંબાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.