અમરેલીના ગાંધી બાગ પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષના પ્રારંભ તા. રના રોજ સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી આ મહા અન્નકૂટના દર્શન માટેનું આયોજન સંતોના માર્ગદર્શન નીચે હરિભક્તો દ્વારા કરવામાં આવેલ હતું. આ અન્નકૂટના દર્શન માટે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, વિવિધ સમાજના અગ્રણી આગેવાનો, વેપારી અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, તબીબી ક્ષેત્રના જાણીતા ડોકટરો, વિવિધ મીડિયાના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં હરિભક્તો સહિત આશરે ૧૦ હજારથી વધુ ભાવિકો આ મહા અન્નકૂટના દર્શન પધાર્યા હતા.