અમરેલી બીઆરસી ભવન ખાતે આગામી તા. ૩૦મી મેના રોજ ધો. ૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે આજરોજ અધિક કલેક્ટર વાળાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ સેમિનારમાં તકનિક, મેડીકલ અને રોજગાર સહિતના તજજ્ઞ દ્વારા કારકિર્દી ઘડતર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. લગભગ ૧પ૦ થી ર૦૦ જેટલા વિદ્યાર્થીઓ સેમિનારમાં ભાગ લેનાર છે.
આ ઉપરાંત આગામી ૧લી જૂને કલાપી હાઇસ્કૂલ-લાઠી, કમળશી હાઇસ્કૂલ-બાબરા અને અમૃતબા વિદ્યાલય લીલીયા ખાતે, તા. ર-જૂને ટી.જે.બી. હાઇસ્કૂલ-રાજુલા, પારેખ મહેતા હાઇસ્કૂલ-જાફરાબાદ, તા. ૩-જૂને વ્રજ વિદ્યાલય-કુંકાવાવ, મેઘાણી હાઇસ્કૂલ-બગસરા, દામાણી હાઇસ્કૂલ-ધારી ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાનાર છે. જે સેમિનાર યુટ્યુબ પર પણ નિહાળી શકાશે.