બી.આર.સી ભવન, અમરેલી ખાતે જ્ઞાન સહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સમગ્ર જિલ્લામાં ૪૩૩ જ્ઞાન સહાયકોને કરાર આધારિત નિમણૂક આપવામાં આવી હતી. આ કેમ્પમાં શિક્ષણ સમિતિ, અમરેલીના ચેરમેન મીલાબેન ધોરાજીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી મિયાણી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જી. સોલંકી, અગ્રણી ભીખાભાઈ ધોરાજીયા, જીગ્નેશભાઈ સાવજ, પ્રાથમિક શૈક્ષણિક સંઘ અમરેલીના પ્રમુખ વિજયભાઈ મકવાણા, પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રસિકભાઈ મહેતા, જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ રજનીભાઈ મકવાણા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણઅધિકારી, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશભાઈ પાનસુરીયાએ કર્યું હતું.