અમરેલી શહેરના એરસ્ટ્રીપ(એરોડ્રામ)ની આજુબાજુના વિસ્તારમાં બાંધકામ કરવા માટે ભારત સરકારના જીએસઆર ૮પ૧ મુજબ એનઓસી લેવાની ફરજિયાત ફરજ પડતી હતી.જે અંગે અમરેલી બિલ્ડર્સ એસો.એ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ ઉડ્ડયનમંત્રી અને એવિયેશન વિભાગને રજૂઆત કરતા ર૦ કિ.મી.ની ત્રિજયામાં કલર કોડેડ તૈયાર કરી મુક્તિની મર્યાદામાં આવતા બાંધકામોને એનઓસી લેવામાંથી મુક્તિમળતા અમરેલી બિલ્ડર્સ એસો. દ્વારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના કાર્યાલય કર્તવ્યમ ખાતે જઈ શાલ તથા પુષ્પગુચ્છથી ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શહેરના વિકાસ બાબતે ચર્ચાઓ કરી હતી. ધારાસભ્ય કૌશિક વેકરીયાએ જયાં જરૂર હોય ત્યાં કામ કરવાની ખાતરી આપી હતી. આ તકે, બિલ્ડર્સ એસો.ના ઉપપ્રમુખ રાજુભાઈ શિયાણી, દિપકભાઈ મહેતા, દયાળભાઈ સંઘાણી, મહામંત્રી સંજયભાઈ વાગડીયા, હિતેષભાઈ રાછડીયા, જયંતિભાઈ મનાણી, મહેશભાઈ જાવીયા, મનસુખભાઈ ચૌહાણ, ચંદુભાઈ ખણેસા, ભગત તળાવીયા વગેરેએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાનું બહુમાન કરી અભિનંદન પાઠવ્યા હતા તેમજ
સંજયભાઈ વાગડીયાની યાદીમાં જણાવેલ છે.