અમરેલી જિલ્લા કક્ષા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં લીલીયા તાલુકાની હરિપર પ્રાથમિક શાળાની ઉત્તમ કૃતિ “સરગવો એ જ સંજીવની” ને જિલ્લાના અધિકારીઓ દ્વારા બહુમાન આપવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિકો કરિશ્મા આર. ગોગદાણી (ધો.૭) અને તૃપ્તિ બી. વાઘેલા (ધો.૮), તેમજ માર્ગદર્શક શિક્ષક રાજેશભાઇ પાનસુરીયાને પ્રમાણપત્ર, ગોલ્ડ મેડલ, શિલ્ડ અને ફોલ્ડર ફાઇલ એનાયત કરવામાં આવ્યા હતા.