અમરેલીમાં બાલભવન ખાતે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ જાષીના અધ્યક્ષસ્થાને અમરેલી લોકસાહિત્ય સેતુની નિયમિત બેઠક યોજાઇ હતી. આ તકે ઉપપ્રમુખ ગોવિંદભાઇ ગોંડલીયાએ ઉપસ્થિત તમામને આવકાર્યા હતા. બેઠકમાં હાજર રહેલ કલાકારો સુરેશભાઇ શેખા, મહિપતભાઇ ભટ્ટ, વિમળાબેન, શ્રુતિબેન અમેઠીયા, નીતાબેન કોઠારી વગેરેએ લોકસાહિત્ય પીરસી ભાવિકોને ખુશ કર્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન અને આભાર દર્શન મહેન્દ્રભાઇ જાષીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું.