અમરેલી-બગસરા રોડ પર એક હોટેલ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને એલસીબીએ ઝડપી પાડ્યા હતા. એલસીબી કોમ્બિંગ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે રેઇડ કરી હતી. જેમાં સાબીર માંડલીયા, જેન્તી દુધાત, ભદ્રેશ માંગરોળીયા, અનવર કુરેશી તથા હિતેશ શુકલ રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે કુલ રૂ. ૪૩,૧૦૦ના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.