અમરેલી પોસ્ટ વિભાગના પૂર્વ સુપ્રિન્ટેન્ડેડનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે યુનિયન સેક્રેટરી આશિષભાઈ મહેતાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે,અમરેલી ખાતે ત્રણ અધિકારીઓની કમિટિ મળવાની હતી જેમાં બદલીના હુકમ કરી શકે. પરંતુ આ કમિટિ માત્ર કાગળ પર હોય તેવુ બહાર આવ્યું છે. ત્રણ અધિકારીઓ પૈકી ગોંડલ ડિવિઝનના પૂર્વ સુપ્રિન્ડેન્ટેડ બી.વાય. તહેસીલદાર તા.૩૧-૭-ર૦૦૭ના રોજ ગોંડલ ખાતે સરકારી કામોમાં જ વ્યસ્ત હોવાથી અમરેલી કમિટિમાં આવેલ નહોતા ત્યારે અમરેલીના પૂર્વ સુપ્રિન્ટેન્ડેડે તેમને કમિટિમાં બતાવી બોગસ સરકારી દસ્તાવેજ બનાવ્યાનો આરટીઆઈમાં ઘટસ્ફોટ થયેલ છે. આ બાબતે આશિષભાઈ મહેતાએ વિજિલન્સ તપાસ માટે અરજી કરેલ છે. આ ફરીયાદના અનુસંધાને પોસ્ટમાસ્તર જનરલની કચેરીને નિષ્પક્ષ તપાસ માટે આદેશ આપેલ હોવા છતાં આજદિન સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી જેથી રાજકોટ પોસ્ટમાસ્તર જનરલની કચેરી દોષિત અધિકારીઓને છાવરી રહી હોય તેવુ લાગી રહ્યું છે. જા આ બાબતે ૧૦ દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો હાઈકોર્ટમાં ત્રણ અધિકારીઓ વિરૂધ્ધ પગલા ભરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.