અમરેલી પેરોલ-ફર્લો સ્કવોડે નેગોશીએબલના ગુનામાં વોરંટ ધરાવતા નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવી છે. આરોપી રસીકભાઈ લક્ષ્મણભાઈ સાંગાણી અમરેલીના રહેવાસી જેઓ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે તેઓને પકડવામાં આવ્યા છે. આ કેસમાં, આરોપીએ આજથી દસ વર્ષ પહેલાં સુરતના અરિહંત જ્વેલર્સમાંથી રૂ. ૭,૦૦,૦૦૦/ના સોનાની ખરીદી કરી હતી. તે સમયે, તેમણે રૂ. ૩,૬૨,૦૦૦/-ની રકમ ચૂકવી ન હતી, જેના કારણે ફરિયાદીએ સુરત કોર્ટમાં ફોજદારી કેસમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં આરોપી પકડ વોરંટમાં ફરાર હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમી મેળવી ૧૯/૦૫/૨૦૨૫ના રોજ આરોપીને પંચરત્ન બિલ્ડિંગ, અમરેલી પાસેથી પકડી પાડયો હતો.