અમરેલી સિટી પોલીસે ગુમ થયેલ મિલકત મૂળ માલિકને પરત કરવાના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમને સાર્થક કર્યો છે. પોલીસની સર્વેલન્સ ટીમે એક અરજદારનો ગુમ થયેલો મોબાઇલ ફોન શોધી કાઢ્યો છે. અમરેલીના જેસીંગપરા વિસ્તારના રહેવાસી ચિરાગભાઇ દિનેશભાઇ અજાણીનો મોબાઇલ ફોન ગત તા. ૧૩/૦૮/૨૦૨૫ના રોજ કેરિયા રોડ ખાતે આવેલી મીરા પાનની દુકાને જતી વખતે રસ્તામાં ક્યાંક પડી ગયો હતો. અરજદારે આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીના અનુસંધાને, અમરેલી સિટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી સઘન તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલો TECHNO SPARK 10C મોડેલનો, જેની કિંમત રૂ.૧૧,૫૦૦/- છે, તે ફોન શોધી કાઢ્યો હતો. પોલીસે તત્કાળ અરજદારને તેમનો ફોન પરત કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમને ખરા અર્થમાં સફળ બનાવ્યો હતો.