અમરેલી પોલીસે પોતાના કર્મચારીઓને મોકલેલો એક મેસેજ ચર્ચાના કેન્દ્રએ ચઢ્યો છે. અમરેલીની પોલીસે પોતાના કર્મચારીઓને ખોરાકમા ‘કપાસીયા તેલ’નો વપરાશ ટાળવા સુચના આપી હતી. જાકે. આ સૂચના વિવાદમાં આવતા જ અમરેલી પોલીસ હરકતમાં આવી હતી. કપાસિયા તેલ વાપરવા બાબતે થયેલ મેસેજ અમરેલી જિલ્લાના પોલીસ વડાએ રદ કર્યો હતો.
હાલ અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કપાસિયાના તેલ વાપરવા બાબતે તમામ થાણા અધિક્ષક એલસીબી એસઓજી હેડ ક્વાટરને લઇ વાયરલેસ મેસેજ કરવામાં આવ્યો હતો. આ મેસેજમાં દૈનિક ખોરાકમાં કપાસિયા તેલ વાપરવું હાનિકારક છે, કપાસિયા તેલની સુધી અસર શરીર પર પડતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો. કપાસિયા તેલ ખોરાકમાં ઉપયોગ ટાળવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જાકે, બાદમાં આ મેસેજ ચર્ચાના ચગડોળે ચઢ્યો હતો. પોલીસ કર્મચારીઓના તેલ વાપરવા સાથે શુ લેવાદેવા તેવી તરેહતરેહની વાતો વહેતી થઈ હતી.
અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કપાસિયાના તેલ વાપરવા બાબતે તમામ થાણા અધી.એલસીબી એસઓજી હેડ ક્વાટરને લઇ જે વાયરલેસ મેસેજ કરવામાં આવ્યો હતો તેની ગંભીર નોંધ લેવાઈ હતી. એસપીએ ખુલાસો કર્યો હતો કે, કપાસિયા તેલ અન્વયે કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ તરફથી સમજણ ફેરથી મેસેજ થયો હતો. શરતચૂક અને સમજણ ફેરથી થયેલ મેસેજ રદ કરવામાં આવ્યો છે. ખોરાક માં લેવાતા કપાસિયા તેલથી શરીર પર વિપરીત પ્રભાવ પડતા હોવાનું સાયન્ટિફિક આધાર પુરાવા નથી. કપાસિયા તેલ વાપરવા બાબતે થયેલ મેસેજ પોલીસવડાએ રદ કર્યો હતો.
જાકે, બીજી તરફ આ મેસેજની અનેક પ્રકારે મજાક ઉડી હતી. કેટલાક કહ્યુ હતું કે, કેટલાક કર્મચારીઓનો પગાર પણ એટલો નથી કે તે અન્ય પ્રકારના મોંઘાદાટ તેલનો વપરાશ કરી શકે. અને જા પોલીસ કર્મચારીઓ માટે કપાસિયા તેલ હાનિકારક હોય તો સામાન્ય ગુજરાતીઓ માટે કેમ નહિ. આ બાબત લોકો પર પણ લાગુ પડવી જાઈએ. આવા મેસેજનો મતલબ શું.