અમરેલી સીટી પોલીસ સ્ટેશનના E-FIR મોબાઇલ ચોરીના છેલ્લા એક વર્ષથી અનડિટેક્ટ ગુન્હાને ડિટેક્ટ કરી ચોરીના મોબાઇલ સાથે એક ઇસમને પકડવામાં સર્વેલન્સ ટીમને સફળતા મળી છે. ઇન્ચાર્જ ઇન્સપેક્ટર ડી. કે. વાઘેલાની રાહબરીમાં તા.૨૬/૧૨/૨૦૨૩ની E-FIR ફરીયાદને આધારે પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા CEIR પોર્ટલ તથા ટેક્નિકલ સોર્સની મદદથી આરોપી હિતેષભાઇ કાળુભાઇ સોલંકી (ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.ગામ-વરૂડી તા.જી.અમરેલી)ને ચોરી કરેલ રૂ. ૧૮ હજારની કિંમતના OPPO કંપનીના A૯૬ CPH૨૩૩૩ મોબાઇલ સાથે પકડી પાડવામાં આવેલ છે.