ભાવનગર રેન્જ આઈ.જી. અને અમરેલી પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હેઠળ પેરોલ ફ્‌લો સ્કવોડે મહત્વની સફળતા મેળવી છે. બગસરા ફેમિલી કોર્ટમાં પોતાની પત્નીને છેલ્લા ૬૪ માસથી ભરણપોષણની રૂ. ૨,૮૮,૦૦૦ની રકમ ન ચૂકવવા બદલ અસ્લમભાઈ સલીમભાઈ બ્લોચ વિરુધ્ધ ૨૩૦ દિવસની જેલની સજાનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. સાત માસથી પોલીસને થાપ આપી ફરાર રહેલા આ આરોપીને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચાંદગઢ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની આ ટીમે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને સજા ભોગવવા માટે અમરેલી જિલ્લા જેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે.