અમરેલી પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા ભરણપોષણના કેસમાં પાંચ માસથી નાસતા ફરતા આરોપી રજનીકાંત રમણીકભાઇ રાઠોડને અરવલ્લીના બાયડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. સાવરકુંડલા કોર્ટ દ્વારા પત્નીને ભરણપોષણની રૂ.૩૦,૦૦૦ની રકમ ન ચૂકવવા બદલ આરોપીને ૧૦૫ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તા.૨૦/૦૪/૨૦૨૬ના રોજ આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






































