અમરેલી પુરવઠા તંત્ર દ્વારા છેલ્લા છ માસ દરમિયાન સઘન ઝુંબેશ હાથ ધરી જિલ્લાની ૧૩ર જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી ક્ષતિ જાવા મળી હોય તેવી ૧પ વ્યાજબી ભાવની દુકાનોમાંથી રૂ. પ.૮ર લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે રૂ. ૭.૭૦ લાખનો જથ્થો રાજ્યસાત કરાયો છે. આ ઉપરાંત છ રેશનિંગ દુકાનોને રૂ. ૧૩.પર લાખનો દંડ ફટકારી રૂ. ૧.પ૬ લાખની ડિપોઝીટ રાજ્યસાત કરાયાનું નોંધાયું છે. જિલ્લાની વ્યાજબી ભાવની ૭ દુકાનોના પરવાના રદ્દ અને ૩ દુકાનોના પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીજી તરફ બાયોડીઝલના નામે ભેળસેળવાળા પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરતા ઇસમો સામે કરાયેલી કામગીરી જાઇએ તો, ૬ કેસોમાં રૂ. ૩૬.૬૬ લાખનો જથ્થો સીઝ કરી તે પૈકી રૂ. ર૪.૮૧ લાખનો જથ્થો રાજ્યસાત કરવામાં આવ્યો હતો. તેમજ ૬ ઇસમો તથા અન્ય અજાણી વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો અને ગેરકાયદે બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થો વેચનાર સામે આગામી સમયમાં પણ સઘન તપાસણી કાર્યવાહી ઝુંબેશ સ્વરૂપે ચાલુ રાખવામાં આવશે.