સાવરકુંડલામાં ધી અમરેલી પીપલ્સ ક્રેડિટ કો. ઓપરેટિવની શાખામાં સભાસદ ભેટ વર્ષ ૨૦૨૪/૨૫નું વિતરણ શરૂ થયું હતું. ગત ૧૨ જૂનના રોજ ધી અમરેલી પીપલ્સ ક્રેડિટ કો. ઓપરેટિવની સાવરકુંડલા શાખાની સ્થાનિક સંચાલન સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ, ઉપપ્રમુખ શ્યામભાઈ, સભ્યો અષ્ટકાંતભાઈ, અશોકભાઈ, રાજેશભાઈ તેમજ સંસ્થાના સભાસદની ઉપસ્થિતિમાં સભાસદ ભેટ કંપનીનો ફોલ્ડિંગ સ્ટ્રરલ તેમજ ૧૦% જેવી રકમનું વિધિવત વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલીની હેડ ઓફિસથી પધારેલ મેનેજર ધર્મેન્દ્રભાઈ જોશીએ સોસાયટીની સફરનો પરિચય આપ્યો હતો. આ સંસ્થાએ ત્રણ દશકાથી યશસ્વી સફર પૂર્ણ કરેલ છે અને અત્યારે સોસા. ૩૨ માં વર્ષમાં ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. સંસ્થાએ અમરેલીમાં કાશ્મીરા ચોકમાં એક નાની એવી ઓરડીમાં ચલાલાના સંત વલકુબાપુના હસ્તે પ્રારંભ કરેલ હતો, જે આજે અમરેલીમાં બે માળનું સ્વતંત્ર માલિકીનું તેમજ સા.કુંડલામાં પણ સ્વતંત્ર માલિકીનું બિલ્ડીંગ છે. સોસા.ના ચેરમેન અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ.પી. રૂપારેલની દીર્ઘદ્રષ્ટિથી સંસ્થાએ પંથકમાં સારી નામના મેળવેલ છે. સોસા.ના કાર્યદક્ષ નાગજીભાઈના સંચાલનમાં ૦% NPA ધરાવે છે.