અમરેલી પાલિકા દ્વારા સૌપ્રથમવાર સિનીયર સિટીઝનનોને ઘરબેઠા સુવિધા પુરી પાડવા એક હેલ્પલાઈન આજે શરૂ કરવામાં આવી હતી. આ હેલ્પલાઈનમાં સિનીયર સિટીઝનોને પાલિકાને લગત સેવાઓ અંગે રૂબરૂ આવવાની માથાકૂટમાંથી હવે છૂટકારો મળશે. હેલ્પલાઈનના લોકાર્પણ સમયે સારહિ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, ચીફ ઓફિસર આર.જી.ઝાલા, પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, રેખાબેન મહેતા, સુરેશભાઈ શેખવા, પિન્ટુભાઈ કુરૂંદલે ,તુષારભાઈ જાષી, રાજેશભાઈ માંગરોળીયા સહિતની હાજરીમાં આ હેલ્પલાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ હેલ્પલાઈન મારફતે સીનીયર સિટીઝનો ઘરબેઠા પાલિકાની સેવાનો લાભ લઈ શકશે, આ હેલ્પલાઈન હાલ ટ્રાયલ અર્થે ત્રણ વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે ત્યારબાદ અન્ય બાકી વોર્ડમાં શરૂ કરવામાં આવશે.