અમરેલી પાણી દરવાજા પાસે આવેલ મુખ્ય મંદિર દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસંભવદાસજીના આશીર્વાદથી ઘનશ્યામ બાલમંડળ દ્વારા આગામી પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ વક્તા કેવલ મહેતા દ્વારા મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેવલ મહેતાએ બાળકો ઉત્સાહ સાથે નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. સ્વામીજીએ બાળકોને બાલસભામાં અચૂક મોકલવા વાલીઓને અનુરોધ કર્યો હતો. આ સેમિનારમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ દિનેશભાઈ ભુવા, વિપુલભાઈ બાલધા, ભાવેશભાઈ વ્યાસ, પ્રવિણભાઈ કથીરીયા સહિત રપ૦થી વધુ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.