અમરેલીમાં પાંજરાપોળ ગૌશાળામાં લાભપાંચમે ગૌપૂજન કાર્યક્રમ યોજાયો હતો. ૮૦૦થી વધુ ગૌમાતા, ગૌવંશ અને અન્ય પશુઓ માટે અનેરો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ લોકો તરફથી પાલાનું અનુદાન કરવામાં આવ્યું હતું. સુરતથી પધારેલા કેતનભાઈએ ગૌશાળાની કામગીરી બિરદાવી હતી અને સંસ્થાને મદદ કરવા અનુરોધ કર્યો હતો.