છેલ્લા ૮૮ વર્ષથી ચાલતી પાંજરાપોળ ગૌશાળામાં ૮૩૨ જેટલા ગૌમાતા, ગૌવંશ તથા અન્ય પશુઓ છે. આ ગૌમાતા માટે ત્રણ દાતાઓ તરફથી ગૌશાળાને વખતોવખત અનુદાન મળતું રહે છે. જેમાં કાળઝાળ ગરમીમાં બે દિવસ સુધી ર૮ ગોળના ડબ્બાનું ગોળનું પાણી પીવડાવીને ગૌમાતાને ઠંડક કરવા માટે દાતા પરિવાર અમદાવાદ નિવાસી હિંમતભાઈ કાકરજીભાઈ જસાણી, ભરતભાઈ જસાણી, વસંતબેન ચંદ્રકાન્તભાઈ તન્ના તેમજ ડો.બકુલભાઈ તથા ડો.ગીતાબેન તન્ના પરિવાર તરફથી લીલો ઘાસચારો અને ગોળના પાણી માટે અંદાજે ૫૦૦૦૦ રૂપિયાનું અનુદાન મળેલ છે. તેમજ મોણપર નિવાસી હાલ સુરત જવેરભાઇ પુનાભાઈ ગજેરા, કેતનભાઈ, સતીશભાઈએ તેમના તરફથી ૩૦૦૦૦ રૂપિયાનો અંદાજે ૫૦૦ મણ ઘાસચારો આપેલ છે. આ માટે ટ્રસ્ટી દિલીપભાઈ પરીખે ત્રણેય દાતા પરિવારને આભારની લાગણી વ્યક્ત કરી હતી. અને મુંગા પશુ માટે વધુમાં વધુ લોકો દાન કરે તેવી અપીલ પણ કરી છે.