અમરેલીમાં સુસાધનોથી સજ્જ એનડીઆરએફની ટીમનું આગમન થયા બાદ બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય તે માટે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોનું પ્રદર્શન યોજાયુ હતુ. આ પ્રદર્શનમાં ખાસ કરીને ચોમાસામાં જે દુર્ઘટના બને છે તેના માટે શું બચાવ કરી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી. અમરેલી પહોંચેલી એનડીઆરએફની ટીમ અમરેલી આવી પહોચ્યા બાદ કુદરતી આફતોને પહોંચી વળવા સુસજ્જ છે. અમરેલીની ડીઝાસ્ટર ઓફીસ ખાતે મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા રેસક્યૂ સાધનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ. આ અંગે એનડીઆરએફના ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતુ કે, આગામી ચોમાસાની સીઝન દરમિયાન પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતોની સ્થિતિને પહોંચી વળવા ટીમ તૈયાર છે.