ગુજરાતમાં પત્રકાર એકતા સંગઠનનું સફળ અધિવેશન અને સૌથી વધુ પત્રકારોને ગિફ્ટ સાથે સન્માનિત કરનાર અમરેલી જિલ્લા પત્રકારોની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણી, પ્રદેશ મહિલા વિંગ ઉપાધ્યક્ષ મીનાક્ષીબેન મોદીની હાજરીમાં જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખોની હાજરીમાં મળતા ખાસ વ્યક્તિઓના સન્માન સાથે પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઈ વોરા અને જિલ્લા અધ્યક્ષના હસ્તે બાકી નિયુક્તિ પત્રો આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમનો પ્રારંભ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ સુરેશભાઈ દેસાઈના સ્વાગત પ્રવચન સાથે પ્રદેશ હોદ્દેદારોના સન્માન તેમજ સંગઠન દ્વારા જે પ્રશ્નો સરકારમાં રજૂ થયા છે તેની વિગતવાર ચર્ચા કરી દરેક પત્રકારોને સંગઠનના સભ્યપદનું ફોર્મ ભરવા તેમજ વહેલી તકે ઓળખ કાર્ડ આપવા પણ નિર્ણય કરાયો છે, આગામી કાર્યક્રમ રાજુલા અથવા અમરેલી યોજવા પણ ચર્ચા કરી હતી. આ તકે, અમરેલીના એક પરિવારનું ૧૪ લાખનું પર્સ મૂળ માલિકને પરત સોંપનાર કંડકટરને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બગસરા સંગઠન અને સમાજસેવી દિલુભા વરુને પણ સન્માનિત કરાયા હતા.









































