અમરેલીની શ્રેષ્ઠ પરિણામ આપતી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા હંમેશા પ્રયાસરત એવી પટેલ વિદ્યાર્થી આશ્રમ જે સંસ્થા વર્ષો જૂની અને પ્રાચીન ભારતીય પરંપરાને અનુસરવાની સાથે બાળકોને આધુનિક ટેકનોલોજીનો સમન્વય સાધી ઉત્તમ અને ગુણવત્તાયુકત શિક્ષણ પુરૂ પાડે છે. જેની સાધારણ સભા આગામી તા.ર૬ ને બુધવારના રોજ ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો તેમજ સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને સંસ્થા પરિસરમાં યોજાશે. આ તકે ઉપસ્તિથ રહેવા સંસ્થાના ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને આજીવન સભ્યોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સભાનું કામકાજ પૂર્ણ થયે સ્નેહભોજન લેવામાં આવશે તેમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.