અમરેલી પંથકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક ગામમાં રહેતી યુવતીની પથારીમાં શેડુભાર ગામનો યુવક આવીને ઘૂસી ગયો હતો. જેના કારણે યુવતીએ ચીસાચીસ કરતાં ઓસરીમાં ઉંઘતા તેના માતા-પિતા આવી ગયા હતા અને યુવકને ઝડપી લીધો હતો. જે બાદ ઝપાઝપીમાં યુવતીને ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે યુવતીએ શેડુભાર ગામના વિશાલભાઇ ઘેલાભાઇ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, યુવતી ૦૭/૧૨/૨૦૨૧ ના રોજ પોતાના ઘરે આવેલ રૂમમાં રાત્રે ૧૧ કલાક વાગ્યે એકલી પથારીમાં સુતી હતી ત્યારે એકાંતનો લાભ લઇ આરોપી તેની પથારીમાં ઘુસી ગયો હતો. જેથી યુવતીએ દેકારો કરતા ઓસરીમાં સૂતેલ તેના માતા પિતા જાગી જતાં આરોપીને પકડી લીધો હતો. જે બાદ આરોપીએ ઝપાઝપી કરી હતી. જેમાં યુવતીને પગની આંગળીમાં ઇજા પહોંચી હતી. સમગ્ર પંથકમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ આર.એન.માલકિયા વધુ તપાસ કરી રહ્યા છે.