થોડા દિવસ પહેલા જ હવામાન દ્વારા અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે  રાજ્યામાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરી હતી. તેથી ગુજરાતમાં હવામાન બદલાયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.જેની અસર અમરેલીમાં પણ જાવા મળી છે.  અમરેલી પંથકમાં મોડી રાતથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલામાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ ઇંચ ખાબક્યો વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લીલીયા ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત સુધી ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતો.  અને રાજુલા શહેર અને ગ્રામ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. માવઠાના કહેરના કારણે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે.અમરેલીમાં ધાતરવડી ડેમ-૨ના એકસાથે ૧૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમના દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યો હતો. ખાખબાઈ, હિંડોરણા, વડ-રામપરા, ઉછેયા, ભેરાઇ, ભચાદર સહિતના ગામોને પણ એલર્ટ આપવામાં આવ્યા છે. ખાખબાઈ ગામમાં વરસાદી પાણી પ્રવેશતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.