અમરેલીના નિલકંઠ જ્વેલર્સના લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતુ. નિલકંઠ જ્વેલર્સ અમરેલી પોતાના ગ્રાહકોને સમૃધ્ધ બનાવવા માટે સમયાંતરે આયોજન કરતુ રહે છે. તા.૧૯ સપ્ટેમ્બરથી ૧પ ડિસેમ્બર સુધી ખરીદી કરો અને ઈનામો જીતો એ સ્કીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૩૧ ડિસેમ્બરના રોજ કડવા પટેલ સમાજની વાડી ખાતે યોજાયેલા સુવર્ણ ઉત્સવ કાર્યક્રમમાં લક્કી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ મનિષ સંઘાણી, ભોજલરામ ફતેપુરના મહંત ભક્તિરામ બાપુ, વિવિધ સંસ્થાના આગેવાનો, ડોકટરો અને વેપારી મિત્રો હાજર રહ્યાં હતા. આ તકે નિલકંઠ જ્વેલર્સ પરિવારના ગ્રાહકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. પૂ. ભક્તિરામ બાપુના હસ્તે આ ભવ્ય ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.તેમજ મ્યુઝિકલ પ્રોગ્રામ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાત્રે ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
નાના મોટા વિવિધતા સભર ઇનામો પ્રાપ્ત કરી નિલકંઠ જ્વેલર્સ પરિવારના ગ્રાહકો આનંદ વ્યક્ત કર્યો હતો. નિલકંઠ જ્વેલર્સના માલિક કેતનભાઈ સોનીએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નિલકંઠ જ્વેલર્સ નવીનતમ ઉત્પાદનો સાથે ગ્રાહકલક્ષી વિવિધ સ્કીમોના માધ્યમથી લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા હંમેશા તત્પર છે. નિલકંઠ જ્વેલર્સ પરિવાર પોતાના વારસાગત મળેલા સંસ્કારો, પ્રમાણિકતા અને વિશ્વાસના સંકલનથી જ્વેલરી વ્યવસાયના માધ્યમે લોકોની સેવા કરી રહ્યું છે.
આ લક્કી ડ્રોમાં હાજર રહેનાર તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ કાયક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપનાર અને ઉપસ્થિત લોકોનો નિલકંઠ જવેલર્સના કેતનભાઈ સોનીએ આભાર વ્યકત કર્યો હતો.